મિત્ર, વાસ્તુ-શાસ્ત્ર અને ઉપદેશકો...

બે ત્રણ દિવસ પહેલા ઍક મિત્રને ત્યાં જવાનુ થયુ. ઘરમાં પ્રવેશ કરતા જ ધ્યાન પર આવ્યુ કે ડ્રોઈંગ રૂમમા ટેલિવિજ઼નનુ સ્થાન બદલાઈ ગયુ હતુ. મને થયુ જ કે આ નક્કિ વાસ્તુ-શાસ્ત્રનો કમાલ હશે ઍટલે મિત્રને પુછ્યુ, ભાઈ ટીવીની જગ્યા કેમ બદલાઈ ગઈ? ધાર્યા મુજબનો જ જવાબ મડ્યો "પપ્પાને કોઇકે સલાહ આપી છે કે વાસ્તુ-શાસ્ત્ર મુજબ મનોરંજનના સાધન આ ખૂણાંમાં ના રખાય. આ ખૂણાંમાં દેવી-દેવતા અને ધાર્મિક વસ્તુઓ રખાય."

હું રમૂજ કરવાના મૂડમાં હતો ઍટલે કહ્યુ, "ઍ તો ઠીક છે યાર, પણ ઍવુ જ હોય તો ટીવી પર ફુલ ટાઇમ આસ્થા અને સંસ્કાર જ ચાલુ રાખવાનું ઍટલે વાંધો ના આવે."

મિત્ર : "વાત તો સાચી છે મિત્તલ, દિવસે આસ્થા/સંસ્કાર ચાલુ હોય પણ રાત્રે આપણી વી ટીવી, ઍમ ટીવી ચાલુ હોય ઍનુ શુ?"

"હા", તો મે કીધુ, "દિવસે મમ્મી-પપ્પાના દેવી-દેવતા જોવાના ને રાત્રે આપણા દેવી-દેવતાના દર્શન કરવાના..." ;-)
બરાબર છે ને મિત્રો? વાસ્તુ-શાસ્ત્ર હોય કે ઉપદેશકો આખરે તો શ્રદ્ધાનો વિષય છે. ઍમ તો હું માનતો નથી વાસ્તુ-શાસ્ત્રમાં પણ બીજાને વિશ્વાસ હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી.

અચાનક મને ઍક વાક્ય યાદ આવી ગયુ જે વર્ષો પેહલા કોઈ લેખમાં વાંચ્યુ હતુ "આજ કાલ ઉપદેશો આપતી આસ્થા અને સંસ્કાર જુઓ કે ઍમ ટીવી અને વી ટીવી , ઉપદેશ તો બધા સરખો જ આપતા હોય છે. ફરક માત્ર ઉપદેશકોના કપડાનો હોય છે." :D

તો મિત્રો, તમારુ શું માનવુ છે વાસ્તુ-શાસ્ત્ર અને ઉપદેશકો વિષે? તમારા વિચારો કોમેન્ટમાં જણાવો.

Keywords: 

Comments

i think u r right... b'coz altimately the aim is how u live?

કેટલાક શાસ્ત્રો અને શાસ્ત્રના ઉપદેશકો બંને વિશે અમે કંઇ ન કહીએ એ જ ઉત્તમ છે. કારણ? ક્યારેક આવજો અમારા બગીચામાં અને એ કાંટાળી ગલીઓમાં ફરજો તો જાતે જ સમજાઇ જશે. :)

પણ આપનો ઉપદેશ ગમ્યો!

તમારો બગીચો તો ભવ્ય બનાવ્યો છે. મજા આવી આંટો મારી ને.... નવુ નવુ વાવતા રેજો, તો અમે પણ આવતા રહીશું...

આપ મારા બગીચા સુધી આવ્યા અને તેને ભવ્ય કહ્યો એ વાંચીને દિલ ગાર્ડન ગાર્ડન થઇ ગયું!..

મુળ કોમર્સનો જીવ છું પણ શોખથી જાતમહેનતે આવડે એમ બનાવ્યો છે મારો બગીચો. થોડા સમય પહેલા લગભગ ઉજ્જડ રહેતો હતો પણ આજકાલ સમયાંતરે કંઇકને કંઇક ઉગાડતા રહેવાનો જાતને આદેશ આપ્યો છે એટલે વાવણી ચાલું રહેશે.

આપ આવતા રહેજો અને કહેવા જેવું લાગે ત્યાં બે નવી વાતો પણ કહેતા રહેજો. આપના જેવા મુલાકાતીઓ મેળવીને મારો બગીચો પણ ધન્યતા અનુભવશે!

Add new comment