Bey Yaar movie review

'બે યાર' - મસ્ત મજાની ગુજરાતી ફિલ્મ

'બે યાર' નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ ફિલ્મ જોવાની ઈચ્છા હતી. અભિષેક જૈનનું 'કેવી રીતે જઈશ' જોયા પછી એમનું બીજું મુવી જોવાની ઉત્સુકતા રહે એ સમજાય એવી વાત છે. 'કેવી રીતે જઈશ'એ ગુજરાતી સિનેમા માટે નવા શિખરો સર કર્યા હતા અને 'બે યાર' નું ટ્રેલર જોયા પછી નક્કી જ થઇ જતું હતું કે આ ફિલ્મ ગુજરાતી સિનેમાને હજી આગળ વધારશે.

આખરે ગયા રવિવારે ફિલ્મ જોવાનું થયું અને સાચે જ ફિલ્મ જોઇને દિલ ખુશ થઇ ગયું. ખુબ જ સરસ મિત્રતાની વાર્તા, બધા જ કલાકારોનો અફલાતુન અભિનય, અદભુત સિનેમેટોગ્રાફી, જોરદાર બેકગ્રાઉન્ડ મ્યુઝીક, કોઈ ફાલતું આઇટમ સોંગ કે રોમાન્ટિક સોંગ નહી, બસ અઢી કલાકનું સંપૂર્ણ મનોરંજન.