gujarati

બે ત્રણ દિવસ પહેલા ઍક મિત્રને ત્યાં જવાનુ થયુ. ઘરમાં પ્રવેશ કરતા જ ધ્યાન પર આવ્યુ કે ડ્રોઈંગ રૂમમા ટેલિવિજ઼નનુ સ્થાન બદલાઈ ગયુ હતુ. મને થયુ જ કે આ નક્કિ વાસ્તુ-શાસ્ત્રનો કમાલ હશે ઍટલે મિત્રને પુછ્યુ, ભાઈ ટીવીની જગ્યા કેમ બદલાઈ ગઈ? ધાર્યા મુજબનો જ જવાબ મડ્યો "પપ્પાને કોઇકે સલાહ આપી છે કે વાસ્તુ-શાસ્ત્ર મુજબ મનોરંજનના સાધન આ ખૂણાંમાં ના રખાય. આ ખૂણાંમાં દેવી-દેવતા અને ધાર્મિક વસ્તુઓ રખાય."

હું રમૂજ કરવાના મૂડમાં હતો ઍટલે કહ્યુ, "ઍ તો ઠીક છે યાર, પણ ઍવુ જ હોય તો ટીવી પર ફુલ ટાઇમ આસ્થા અને સંસ્કાર જ ચાલુ રાખવાનું ઍટલે વાંધો ના આવે."

મિત્ર : "વાત તો સાચી છે મિત્તલ, દિવસે આસ્થા/સંસ્કાર ચાલુ હોય પણ રાત્રે આપણી વી ટીવી, ઍમ ટીવી ચાલુ હોય ઍનુ શુ?"

"હા", તો મે કીધુ, "દિવસે મમ્મી-પપ્પાના દેવી-દેવતા જોવાના ને રાત્રે આપણા દેવી-દેવતાના દર્શન કરવાના..." ;-)
બરાબર છે ને મિત્રો? વાસ્તુ-શાસ્ત્ર હોય કે ઉપદેશકો આખરે તો શ્રદ્ધાનો વિષય છે. ઍમ તો હું માનતો નથી વાસ્તુ-શાસ્ત્રમાં પણ બીજાને વિશ્વાસ હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી.

અચાનક મને ઍક વાક્ય યાદ આવી ગયુ જે વર્ષો પેહલા કોઈ લેખમાં વાંચ્યુ હતુ "આજ કાલ ઉપદેશો આપતી આસ્થા અને સંસ્કાર જુઓ કે ઍમ ટીવી અને વી ટીવી , ઉપદેશ તો બધા સરખો જ આપતા હોય છે. ફરક માત્ર ઉપદેશકોના કપડાનો હોય છે." :D

તો મિત્રો, તમારુ શું માનવુ છે વાસ્તુ-શાસ્ત્ર અને ઉપદેશકો વિષે? તમારા વિચારો કોમેન્ટમાં જણાવો.

આપણે ગુજરાતીઓ .....

હોટેલમાં કોઈ ચા મંગાવે અને ચામાં મા

ખી પડે તો શું થાય…. ?

(1) ચોખ્ખાઈનો આગ્રહી બ્રિટિશર ચા પીધા વગર ભરેલો કપ તરછોડીને જતો રહે.

(2) 'કેર-ફ્રી' સ્વભાવવાળો અમેરિકન ચામાંથી માખી કાઢી ચા પી જાય.

(3) 'ચાલુ' સ્વભાવવાળો ઓસ્ટ્રેલિયન ચા ઢોળી કપ લઈને જતો રહે.

(4) 'ચિત્ર-વિચિત્ર' ખાનારો ચીનો માખી ઊપાડીને ખાઈ જાય.

આ સમયે એક 'મહાન વ્યક્તિ' ત્યાં હાજર હોય તો એ શું કરે ખબર છે? એ 'મહાન' વ્યક્તિ બ્રિટિશર પાસેથી તરછોડેલી ચાના પૈસા લે. એણે તરછોડેલી ચા અમેરિકનને વેચી દે, કપ ઓસ્ટ્રેલિયનને વેચી અને અને માખી ચીનાને વેચી દે! બધાના પૈસા ખિસ્સામાં મૂકી ઘર ભેગો થઈ જાય. આ સોલિડ ગણતરીબાજ મહાન વ્યક્તિ એટલે કોણ ખબર છે ? આ અદ્દભુત, જોરદાર મહાનુભાવ એટલે 'ગુજરાતી' !

આખી દુનિયામાં 'વર્લ્ડ બેસ્ટ વેપારી'નો જેને એવોર્ડ મળેલો છે, તે છે – હું, તમે અને આપણે બધા – 'ગુજરાતીઓ', પણ આપણે માત્ર વેપારી જ નથી, વેપારીથી પણ વિશેષ છીએ. આપણો સ્વભાવ, આપણી આદતો, આપણી ખાસિયતો આપણને બીજાથી નોખાં અને જુદાં બનાવે છે. તો ચાલો આપણે ગુજરાતીઓ કેવા છીએ એની ચર્ચા આજે એરણ ઉપર ચઢાવીએ.